અમરેલી જિલ્લામાં પોલીસ સાયબર ક્રાઈમને લઈ અવેરનેસ કેમ્પ યોજી રહી છે. તેમ છતાં લોકો ભોગ બની રહ્યા છે. ધારીમાં રહેતો શ્રમિક સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હતો. અતુલભાઇ રમેશભાઇ માધડ (ઉ.વ.૨૪)એ અજાણ્યા મોબાઇલ ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ થોડા રોકાણે વધુ નફો મળે તેવી લોભામણી સ્કીમ ખોટા નામે તેમને આપી હતી. જે બાદ તેમની પાસે ઓનલાઇન રોકડા રૂ.૧૮,૧૦૧ ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.









































