અમરેલી જિલ્લાના ધારી ગામે ફરી એકવાર ભારત દેશની સિમા સુરક્ષા માટે ટ્રેનિંગ ઉત્તર પ્રદેશ ગોરખપુર મુકામે પૂર્ણ કરી પેરા મિલેટ્રી એસએસબીમાં સ્થાન મેળવ્યું હતું. ધારી ગામના ભાવેશભાઈ ઈશ્વરભાઈ પરમાર પેરા મિલેટ્રી SSB ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ધારી આવતા સૈનિકના સ્વાગત સન્માન માટે થનગનાટ જોવા મળી રહ્યો હતો. એમનું અભિવાદન કરવા માટે ધારી તાલુકા સમાજ સેવક બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશભાઈ પટણી મહામંત્રી કિસાન મોરચા અમરેલી જિલ્લા તેમજ વિવેકભાઈ પરેશભાઈ પટણી, ધારી સમસ્ત કોળી સમાજ વતી રમેશભાઈ બી. મકવાણા, ઉપ પ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી સહિત અનેક લોકોએ સ્વાગત સન્માન કર્યું હતું.