અમરેલી જિલ્લાની સૌથી મોટી ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે. ધારી ગ્રામ પંચાયતનો દરજ્જા ધરાવે છે. પરંતુ ધારીની હદની નજીક આવેલા ગામોને ધારી ગ્રામ પંચાયતમાં ભેળવવામાં આવે તો ધારીની વસ્તી ખૂબ મોટી થાય છે. રાજ્ય સરકાર દ્વારા ૨૫,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા શહેરોને નગરપાલિકા આપવા નિર્ણય કરાયો છે ત્યારે ધારી તથા તેના પરા વિસ્તાર જેવા કે પ્રેમપરા, નબાપરા, વેકરીયાપરા, હરીપરા અને હિમખીમડી વિસ્તારનેને સંયુક્ત રીતે જાડી ધારી નગરપાલિકા બનાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરવામાં આવી છે. ધારી ગીર વિસ્તારમાં આવેલ હોવાથી સફારી પાર્ક જેવી સુવિધાઓ ધરાવે છે ત્યારે તેને શહેરી વિસ્તાર બનાવવામાં આવે તો ગટર, રસ્તા, વીજળી, પ્રવાસન સહિતના અનેક ક્ષેત્રો માટે અલગથી ગ્રાન્ટ આપી આ વિસ્તારમાં રોજગારી તથા વિકાસ કરી શકાય તેમ છે. ધારી ગ્રામ પંચાયત હોવાથી અનેક વર્ષોથી આ વિસ્તાર વિકાસથી વંચિત તો હોય આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ ધારીને નગરપાલિકાનો દરજ્જા આપવા માંગ કરવામાં આવી છે.