ધારીમાં રહેતી એક યુવતી અમરેલી કોલેજ કરવા આવી હતી. આ દરમિયાન તે ક્યાંક જતી રહી હતી. બનાવ અંગે સોનલબેન હરજીભાઈ મકવાણા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દિશા હરજીભાઈ મકવાણા અમરેલી પોલિટેકનિક કાલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી, સાંજના પોણા ૬ વાગ્યે અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં હોવાનું કહી ક્યાંક જતી રહી હતી.