ધારીના શ્રી મનમંદિર શૈક્ષણિક સંકુલ ખાતે આજે સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી લઇને ધોરણ-૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન રાજ્યગુરુ જાનવીબેન, ગોંડલીયા શ્રુતિબેન અને રામસાહેબે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું સંસ્થાના આચાર્ય વ્યાસ પ્રિયંકાબહેને જણાવ્યું હતું.