ધારીની નવી વસાહતમાં રહેતા એક શખ્સે તેની પત્નીને જાનથી મારવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પીઠવડી ગામે ધાર તરફ જવાના રસ્તે રહેતા રંજનબેન દાનાભાઇ મહિડા (ઉ.વ. ૩૪)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ જય અર્જુનભાઇ ગંગલ, સસરા અર્જુનભાઇ બચુભાઇ ગંગલ તથા સાસુ ગીતાબેન અર્જુનભાઇ ગંગલે તા. ૧૨/૦૬/૨૦૧૮ થી તા. ૦૯/૦૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન અવાર-નવાર ઘરકામ બાબતે વાંક કાઢી, મેણા-ટોણા મારી તેમજ ગાળો આપી હતી.આ ઉપરાંત, આરોપીઓએ રંજનબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપી હેરાન-પરેશાન કર્યા હતા. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.બી. મારુ વધુ તપાસ ચલાવી રહ્યા છે.