ધારીમાં આવેલી જી.એન. દામાણી હાઇસ્કૂલના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન, વજન ઊંચાઈ બી.એમ.આઈ.ની ચકાસણી કરવામાં આવી હતી.
બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદ બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવારની જરૂર હોય તેવા બાળકોને રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ટીડીની રસી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને તદ્દન વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને આ તપાસ દરમિયાન તેમના મેડિકલ ઓફિસર ડો. વરૂણ દેવમુરારી, ડો. ફેની ચંદારાણા તેમજ ફિમેલ હેલ્થવર્કર અવની ટીલાવત તેમજ શાળાના આચાર્ય માનસિંહ બારડ સહિત શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો.







































