ધારી તાલુકાની ગરમલી (નાની) ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વનરાજભાઇ વાળા બિનહરીફ જાહેર થયા છે. તેમણે બિનહરીફ વિજેતા થવા બદલ તમામ મતદારો, કાર્યકર્તાઓ, સમસ્ત ગરમલી (નાની) ગામના ગ્રામજનો, શુભેચ્છકો સહિત રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સહકારી અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે ગામના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
વનરાજભાઇ વાળા બિનહરીફ થતા ગ્રામજનો તથા સામાજિક-રાજકીય આગેવાનોએ તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વનરાજભાઇ વાળા અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે. જેથી જિલ્લા ભાજપના આગેવાનોએ પણ સરપંચ બનવા બદલ વનરાજભાઇ વાળાને શુભકામનાઓ પાઠવી છે.