ધારીના હીરાવા ગામે ઓશીકા નીચે રાખેલા મોબાઈલની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે સુરેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૫૬)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતાએ ઓસરીમાં સુવાના પલંગમાં ઓશીકા નીચે મોબાઈલ રાખ્યો હતો.સવારે ત્યાં જોતા તેમનો ફોન મળ્યો નહોતો. અજાણ્યો ઇસમ રૂ. ૧૦,૪૯૯ની કિંમતના ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ નિખિલભાઈ માઢક વધુ તપાસ કરી રહ્યા છે.