હિમખીમડીપરામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે રવીભાઈ ચતુરભાઈ ઈટોલીયા અને લાલો ઉર્ફે લાલજીભાઈ ચતુરભાઈ ઇટોલીયા સામે ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવ્યા હતા. તા.૧૯-પ-ર૦રરના રોજ બપોરે રઃ૩૦ કલાકે ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓ ભાગે તે પહેલા જ ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.