ધારીના ભાડેરના આયુષ્માન આરોગ્ય મંદિર હરિપરા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ્ૐર્ં ડો. મકવાણાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. નિમાવત, સીએચઓ હેમાલીબેન અંટાલા, એફએચડબલ્યુ રંજનબેન મહીડા, એમપીએચડબલ્યુ ઘનશ્યામભાઈ દાફડા અને આશા બહેનોના સહયોગથી હરિપરા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં ૯૫ દદીઓએ લાભ લીધો હતો.