ધારીના સરસીયા ગામે એક મહિલાએ અગાસી પરથી પડતું મૂકતાં મોતને ભેટી હતી.
બનાવ અંગે કાળુભાઇ ગુલાબભાઇ નાડ (ઉ.વ.૩૯) એ જાહેર કર્યા મુજબ, ગુલસનબેન કાળુભાઈ નાડ (ઉ.વ.૪૨)ને છેલ્લા એક વર્ષથી માનસિક બીમારી હતી. જેનાથી કંટાળીને ઘરેથી નીકળી જઈ પોલીસ લાઇનના ક્વાર્ટરની અગાસી પરથી પોતાની મેળે પડતું મૂકતાં મોતને ભેટી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.