ધારી-જૂનાગઢ હાઈવે પર વેકરીયા ગામ નજીક એક ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાર ચાલક સિધ્ધાર્થ રાજેન્દ્રભાઈ સોલંકી (ઉંમર ૩૪ વર્ષ)નું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, સિધ્ધાર્થભાઈ લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વેકરીયા ગામ પાસે તેમની કાર અને એક ખાનગી બસ અથડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સિધ્ધાર્થભાઈને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે ભીડ જમા થઈ ગઈ હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.