ધારીના વીરપુર વિસ્તારમાં જંગલ વિસ્તારમાં આવેલી વાડીએથી મગફળીના બાચકાની ચોરી થઈ હતી. આ અંગે રમેશભાઈ વિનુભાઈ કોઠીયા (ઉ.વ.૫૬)એ વિનુભાઈ ભીખાભાઈ પરમાર તથા પલીભાઈ વિનુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ સાંજના સાડા સાતથી રાતના દસ દરમિયાન મગફળીના બાચકાની ચોરી કરી કરી હતી.