ધારીના વિરપુર ગામે એક પતિએ તેની પત્નીને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે સોનલબેન દિલીપભાઇ દાફડાએ પતિ દિલીપભાઇ ઉર્ફે ભરતભાઇ ખોડાભાઇ દાફડા, ખોડાભાઇ ગોવિંદભાઇ દાફડા, હિતેષભાઇ ખોડાભાઇ દાફડા તથા રમીલાબેન ખોડાભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને તેના પતિએ ગાળો આપી મારામારી કરી હતી. ઉપરાંત શરીરે મુંઢ ઇજા કરી હતી. સસરાએ પણ તેમને ગાળો આપી
આભાર – નિહારીકા રવિયા હતી. જ્યારે દિયરે મારકૂટ કરી હતી અને સાસુએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશન એએસઆઈ એન.બી. માઢક બનાવ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.