ધારીના વિરપુર ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને સમાજના રીતરિવાજ મુજબ સીમંત કરવાનું કહેતા લાગી આવ્યું હતું અને બાથરૂમમાં પડેલી ફિનાઇલની બોટલમાંથી એક ઘૂંટડો ભરી લીધો હતો. બનાવ અંગે સોનલબેન દિલીપભાઈ દાફડાએ જાહેર કર્યા મુજબ, તેમના સીમંત મુહૂર્ત બાબતે વાતચીત ચાલતી હતી. તેમના પતિએ ઘરના રીતરિવાજ મુજબ સીમંત કરવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને લાગી આવતાં ફીનાઇલની બોટલમાંથી એક ઘુંટડો ભરી લીધો હતો.