ધારી તાલુકાના વિરપુર ગામમાં નવા પેટા આરોગ્ય કેન્દ્રનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને સમુદાયના આગેવાનોએ હાજરી આપી હતી. ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ કુંજડીયા પણ જોડાયા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ નીલુબેન જોષી અને ચતુરભાઈ છોડવડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.