ધારીના વાઘાપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે.જાણવા મળતી વિગત પ્રમાણે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ધોકા, છરી વડે અથડામણ થઈ હતી. જેમાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ ધારી પોલીસ ઘટના સ્થળે
પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી દવાખાને ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.