અમરેલી જિલ્લામાં અનેક પરપ્રાંતીયો રોજીરોટીની તલાશમાં આવી વસવાટ કરે છે. સીઝન પૂર્ણ થતાં વતન પરત ફરી જાય છે, જોકે ક્યારેક તેમની સાથે આજીવન ન ભૂલી શકાય તેવી ઘટના બને છે. ધારીના વાઘવડી ગામે વાડીએ રહેતી એક પરિણીતાને પડકું કરડતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગ મૂળ જૂનાગઢના વિસાવદરના હસનાપુરના અને હાલ વાઘવડી ગામે પ્રતાપભાઈ બચુભાઈ વાળાની વાડીએ રહેતા બાબુભાઈ દેવરાજભાઈ વાઘેલા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની હંસાબેન (ઉ.વ.૫૦)ને ત્રણ દિવસ પહેલાં રાત્રે એક વાગ્યા આસપાસ હાથમાં ઝેરી પડકું કરડતાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ કરી રહ્યા છે