ધારી તાલુકાના રામપરા ગામે રહેતા જયાબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૪પ) ગામમાં આવેલ ઉમરા ધુનામાં કપડા ધોવા જતા અચાનક મહિલાનો પગ લપસી જતા ઘુનામાં પડી ગયા હતા. આ બાબતે તાત્કાલિક ગામ લોકો દ્વારા ચલાલા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા મહિલાના મૃતદેહને ચલાલાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડૂબી જવાથી મહિલાનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.