ધારી તાલુકાના રાજસ્થળી ગીર ગામ ખાતે તુલસીશ્યામ નજીક પ્રકૃતિના ખોળે આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે તા. ૧૦/૦૭ને ગુરૂવારે ગુરૂપૂર્ણિમાના પ્રસંગે શ્રી પંચ દશનામ જુના અખાડાના પરમ પૂજ્ય મહામંડલેશ્વર જયઅંબાનંદગીરીજી ગુરૂ મહંત હરિગીરીજી મહારાજ સંરક્ષક શ્રી પંચ દશનામ જુના અખાડા, મહામંત્રી અખિલ ભારતીય અખાડા પરિષદના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજીનું તેમના મોટી સંખ્યામાં શિષ્ય સમુદાય દ્વારા પૂજન કરશે. આ તકે આશ્રમ ખાતે ધ્વજારોહણ, મહાપ્રસાદ, માતાજીના દર્શન, શ્રીયંત્ર દર્શન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ તકે આશ્રમ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ અર્જુનગીરી ગોસ્વામીની યાદીમાં જણાવેલ છે.