અમરેલી જિલ્લામાં રેવન્યૂ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે. વન્યપ્રાણીઓને હવે જંગલ વિસ્તારને બદલે રેવન્યૂ વિસ્તાર માફક આવતો હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી આવે છે. જેમાં ધારીના મોરઝર ગામે ગત રાત્રિના એક સિંહણ ઘૂસી આવી હતી અને પશુનું મારણ કરી મિજબાની માણી હતી. વન્યપ્રાણીના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે.