ધારીના મોરઝર ગામે મહિલાએ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. ચંપાબેન વાલજીભાઈ સોંદરવા (ઉ.વ.૫૯)એ મણીબેન અરજણભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરની ડેલી પાસે ઉભા હતા ત્યારે આરોપી નીકળ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થતા મનફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના બટકા વડે માર માર્યો હતો. જે બાદ મણીબેન અરજણભાઈ ચાવડાએ ચંપાબેન વાલજીભાઈ સોંદરવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા આરોપી એક શેરીમાં રહેતા હતા. તેના વાડી ખેતરે પશુપાલનનો ચારો લેવા જતા હતા ત્યારે આરોપીએ તેમને કહ્યું કે “મેં મારા ઘરને તાળું માર્યું છે તે તાળું તું તોડી લેજે” તેમ કહેતા બંને સામ-સામે આવી ગયા હતા. તેમને ગાળો દઇ એક લાકડાના બટકાનો ઘા માથાનાં ભાગે માર્યો હતો તથા આડેધડ માર મારવા લાગ્યા હતા.