અમરેલી જિલ્લામાં પોલીસે દેશી દારૂની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે છાનેખુણે વિદેશી દારૂ પણ વેચાતો હોવાથી પ્યાસીઓ ગમે ત્યાંથી વિદેશી દારૂની પણ વ્યવસ્થા કરી લેતા હોય છે. જેમાં ધારીના મોરઝર ગામે એક શખ્સ પાસેથી વિદેશીની બોટલ ઝડપાતા પોલીસે આ શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધારી તાલુકાના મોરઝર ગામે રહેતા મિત રમેશભાઈ ભેંસાણીયા પાસે વગર પરમીટની રોયલ સ્ટેગ લખેલી વિદેશી દારૂની બોટલ હોવાની પોલીસને જાણ થતા પોલીસે આ શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલ કિં.રૂ.૪૦૦ ઝડપી પાડી હતી. આ દારૂની બોટલ માણાવાવમાં રહેતા હરદીપ જારૂભાઈ વાળા પાસેથી લીધી હોવાનું મિતે પોલીસને જણાવ્યુ હતું જેથી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.