ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા એક યુવકને પ્લોટ બાબતે ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે ગામમાં રહેતા અને કડિયાકામ કરતાં મહેશભાઈ બાવકુભાઈ સોંદરવાએ ચતુરભાઈ બાબુભાઈ સોંદરવા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીએ બે દિવસ પહેલા તેમને પ્લોટ બાબતે ગાળો આપી હતી. ઉપરાંત નાના ચાકુથી માથામાં ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.