ધારીના માલસીકા ગામે રહેતા એક ખેડૂતને મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે મંગળુભાઈ આપાભાઈ વાળા (ઉ.વ.૫૦)એ ભુપતભાઈ આપાભાઈ, દીપુભાઈ આપાભાઈ તથા કાળુભાઈ ભુપતભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ બપોરના આશરે ચાર કલાકે તેમની વાડીએ જેસીબીનું કામ શરૂ હોવાથી દેખરેખ રાખતા હતા. તે સમયે આરોપી આવીને તેમને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમજ મુંઢમાર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમની બોલેરો કારના કાચ તોડીને આશરે ૨૫૦૦૦ રૂપિયાનું નુકસાન કર્યુ હતું. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતેષભાઈ એસ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.