શેઢે આવેલ ટી.સી.માં ઈલેક્ટ્રિક પાવરનું ભેગુ જોડાણ અલગ કરવાનું કહેતા થઈ બબાલ
ધારી, તા.૧૬
ધારીના માલસીકા ગામની સીમમાં શેઢા પાડોશીઓમાં તકરાર થઈ હતી. બનાવ અંગે વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ હિરપરા (ઉ.વ.૬૦)એ મોહનભાઈ સાર્દુળભાઈ બલદાણીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના ખેતરે પાણીની મોટરના રિપેરીંગ અર્થે ગયા હતા. તે દરમિયાન શેઢા પાડોશી આરોપીએ શેઢે આવેલા ટી.સી.માં ઈલેક્ટ્રિક પાવરનું ભેગુ જોડાણ કર્યું હતું. જેથી તેને આ જોડાણ જુદુ કરી નાખજે
તેમ કહેતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર ઝગડો કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.