અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરી રહી છે. ધારીના માલસીકા ગામના યુવકની બાઈકના હુકમાં લગાવેલી થેલીમાંથી ત્રણ લીટર દેશી દારૂ મળ્યો હતો. પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપાયા હતા. આ ઉપરાંત ૨૭ લોકો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.