ધારીના માલસિકા નજીકના એક પેટ્રોલપંપ પર ગત રાત્રે પાંચ સિંહોની સામૂહિક લટાર જાવા મળી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. એક સાથે પાંચ સિંહોના પેટ્રોલપંપ આસપાસ આંટાફેરાથી પંપના કર્મચારીઓ તથા સંચાલકમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી. આ અગાઉ પણ પેટ્રોલપંપ આસપાસ સિંહો ચક્કર લગાવતા હોવાની જિલ્લામાં ઘટના બની હતી. આવી વધુ એક ઘટના સામે આવી છે ત્યારે રોડ પર સિંહોના આંટાફેરાથી રોડ પરથી પસાર થતા વાહનોની ઠોકરે ચડવાની શક્યતાઓ વધી જાય છે.