ધારીના માણાવાવ ગામે જુગાર રમતાં ઇસમો પર પોલીસ ત્રાટકી હતી. જેમાંથી ૨ ઝપટે ચડ્‌યા હતા, જ્યારે ૫ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.
માણાવાવ ગામેથી હનિફભાઇ કાદરભાઇ બ્લોચ, હીમખીમડીપરા તથા ભુપતભાઇ બચુભાઇ વાળા જુગાર રમતા પકડાયા હતા. જ્યારે દિલુભાઈ ખોડાભાઈ ધાખડા, બાલુભાઈ ખોડાભાઈ ધાખડા, યુવરાજભાઇ જેતુભાઇ ધાધલ, મહેશ ઉર્ફે ભાભલુ બાલાભાઇ જેઠવા તથા ફીરોજ દાદુભાઇ શેખ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૩૧,૧૦૦ તથા ૮૦,૦૦૦ કિંમતની ૩ મોટર  સાયકલ મળી કુલ ૧,૧૧,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનન હેડ કોન્સ્ટેબલ વાય.એ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.