ધારી તાલુકાના ભાડેર ગામે રહેતી બાળકી જન્મથી બધિર હોય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેમની વિનામૂલ્યે સર્જરી કરાતા હવે બાળકીના કાને ધ્વનિ અથડાય છે. બાળકીના પિતા ભાવેશભાઈ ભરખડા કહે છે કે, ‘એક પણ રુપિયો ખર્ચ્યા વિના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૬ થી ૮ લાખના ખર્ચે થતી સર્જરી સહિતની સારવાર અને સાંભળવાનું યંત્ર વિનામૂલ્ય મળ્યું છે.’ તેઓ કહે છે કે, જન્મથી બાળકી સાંભળી શકતી ન હતી, કોકલીયર પ્લાન્ટ સર્જરી બાદ ડિમ્પલની સાંભળવાની શક્તિમાં ખૂબ વધારો થયો છે, આજે સ્કૂલે જઈ રહી છે, સાથે જ તે વિવિધ ચીજ-વસ્તુઓને ઓળખતી થઈ છે અને તેની બોલવાની ક્ષમતા પણ ધીરે ધીરે વિકસી રહી છે.