ધારી તાલુકાના ભાડેર ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગામમાં રહેતી એક મહિલાએ ભૂલથી અનાજમાં મુકવાનો ઝેરી પાવડર ગળી જતાં તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસમાંથી મળતી વિગત મુજબ, મહિલાના લગ્નને સાત વર્ષ થયા હોવા છતાં સંતાન ન હોવાથી તેઓ દરરોજ સંતાનપ્રાપ્તિ માટે દેશી દવાનો પાવડર લેતા હતા. આ દરમિયાન, ભૂલથી દેશી દવાના પાવડરને બદલે ઘરમાં પડેલો અનાજ સાચવવાનો ઝેરી પાવડર ગળી ગયા હતા. મહિલાની તબિયત લથડતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ધારી પોલીસ સ્ટેશનમાં નોંધ થતાં હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળાએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.





































