ધારીના ભરડ ગામની સીમમાં વાડીએ ચાર્જિંગમાં મુકેલા ફોનની ચોરી થઈ હતી. બનાવ અંગે વડોદરાના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ભાવેશભાઈ કાળિદાસ ફળદુ (ઉ.વ.૪૮)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની વાડીએ ચાર્જમાં મુકેલા રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતના ફોનની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.