ધારી તાલુકાના ફાચરિયા ગામે પૈસાની ઉઘરાણી બાબતે સેન્ટીંગના કોન્ટ્રાક્ટર ઉપર મકાન માલિકે જીવલેણ હુમલો કરતા કોન્ટ્રાક્ટરને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધારી તાલુકાના કુબડા ગામના પ્રવીણભાઈ મહિડા અને અન્ય એક વ્યક્તિ સેન્ટીંગનું કામ કર્યા બાદ મકાન માલિક પાસે રૂપિયા ૧.૨૧ લાખ માંગતા હોય જેથી પ્રવીણભાઈએ મકાન માલિક પાસે પોતાના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરી હતી જે બાબતે મકાન માલિકને સારું ન લાગતા મકાન માલિકે સેન્ટીંગના કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પ્રવીણભાઈને ગંભીર ઇજા થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.





































