ત્રણ લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ધારી-બગસરા રોડ પર આવેલ પ્રેમપરા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકોને ઈજાગ્રસ્ત હાલતમાં અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. ધારી-બગસરા માર્ગ પર પ્રેમપરા નજીક બે બાઈકચાલકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈકની ગતિ એટલી હતી કે બંને બાઈકચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક એમ્બુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને સારવાર આપ્યા બાદ ત્રણ લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સરકારી હોસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતથી લોકોના ટોળા રોડ પર ઉમટી પડ્યા હતા.