રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગ્રામયાત્રા કાઢવામાં આવી છે ત્યારે ધારી તાલુકાના પ્રેમપરા ગામે આત્મનિર્ભર ગ્રામયાત્રામાં અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, મનસુખભાઇ ભુવા, જયશ્રીબેન કાનાણી, ભુપતભાઇ વાળા, કમળાબેન ભુવા, બાબભાઇ વાળા, જિતુભાઇ પાઘડાળ, ખોડાભાઇ ભુવા, બિચ્છુભાઇ વાળા, સરપંચ ગોબરભાઇ નકુમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.