ધારીના પ્રેમપરામાં વિસાવદર ચોકડી પાસેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની છ બોટલ ઝડપાઈ હતી. ધારીના વાઘાપરામાં રહેતા પરેશભાઈ પોપટભાઈ રાણાવડીયા પાસેથી આ જથ્થો મળ્યો હતો. પોલીસે ૧૦૨૭ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ૫ મહિલા સહિત ૩૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ ઉપરાંત ૨૨ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.