ધારીના પ્રેમપરામાં આવેલ મેલડી માના મંદિરમાંથી ચાંદીના ૧ર છતરની ચોરી થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તસ્કરની હિલચાલ મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. અજાણ્યો શખ્સ મેલડી માના મંદિરમાં પ્રવેશ કરી પ્રથમ દર્શન કરે છે અને ત્યારબાદ છતરની ચોરી કરી પલાયન થતો જાવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.