અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ, તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને રિસોર્ટમાં પથિક એપ્લિકેશનમાં મુસાફરોની એન્ટ્રી ફરજિયાત કરવાની હોય છે. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના PI આર.ડી. ચૌધરીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ધારીમાં આવેલા પ્રિયા ગેસ્ટહાઉસની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગેસ્ટહાઉસના મેનેજર અનીલકુમાર મણીલાલ જસાણી દ્વારા પથિક સોફ્‌ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવામાં આવતી નહોતી. આ નિયમભંગ બદલ ગેસ્ટહાઉસ મેનેજર અનીલકુમાર જસાણીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ધારી પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેસ્ટહાઉસનું સંપૂર્ણ ચેકિંગ કર્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.