ધારીના નાના સમઢીયાળા ગામે એક પિતાએ તેના પુત્રને માવાનું વ્યસન છોડવા મુદ્દે ઠપકો આપતાં ઝેરી પાવડર પીધો હતો જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મહેશભાઈ વલ્લભભાઈ ધામેલીયા (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, જેનીશ ધામેલીયાને તેના પિતા દિનેશભાઈએ માવો નહીં ખાવાનો કહી ઠપકો આપ્યો હતો. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવાનો પાવડર પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.ડી. ઝણકાટ વધુ તપાસ કરી રહ્યા છે.