અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયાના માર્ગદર્શન હેઠળ રવિવારે ધારી તાલુકાના નાગધ્રા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો સફળ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ધારી બક્ષીપંચ મોરચાના મંત્રી પ્રતાપભાઈ ભીચરીયા, ઉપસરપંચ રાજુભાઈ અગ્રાવત, ધારી તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિંતનભાઈ રંગપરિયા, જે.ડી. રંગપરિયા, મનસુખભાઈ રંગપરિયા, રાણીગભાઈ વાળા સહિતના અગ્રણીઓ અને ગ્રામ પંચાયત ફઝ્રઈ ઉદયભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પથી ગ્રામજનોને આયુષ્માન કાર્ડ મેળવવામાં ઘણી મદદ મળી હતી.










































