ધારીના નવી વસાહત ગણેશ સોસાયટીની બાજુમાં આવેલ પલ્લુ બેન ગોશાળા વિસ્તારના રહીશો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા ૧૦ વર્ષથી રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે ચોમાસામાં ભારે કીચડ અને ગંદકી ફેલાય છે. સાયકલ ચલાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત, નિયમિત રીતે કચરો ભરવા માટે ગાડી આવતી નથી અને સફાઈ કર્મચારીઓ પણ નિયમિત આવતા નથી. જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર ખાતરી આપવામાં આવે છે કે કામ થઈ જશે, પરંતુ વાસ્તવમાં કોઈ કામ થતું નથી.જેના કારણે વિસ્તારવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.લોકોની હાલાકીને ધ્યાને રાખી સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.