ધારી તાલુકા નવાપરા ગામે મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવતા ૧૦૮ની ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ડિલિવરીનો કેસ મળતાની સાથે ૧૦૮ની ટીમ સ્થળ પર જવા રવાના થઈ ગઈ પરંતુ રસ્તામાં પાણી વધારે હોવાને લીધે એમ્બ્યુલન્સ આગળ જઇ શકે તેમ ન હોવાથી ૧૦૮ના કર્મચારીઓ મોટરસાયકલ પર બેસીને સારવાર માટેના જરુરી સમાન સાથે લઈને અંદર વાડી વિસ્તાર સુધી પહોંચ્યા જયાં એક મહિલાને પ્રસૂતિની પીડા થઈ રહી હતી. ૧૦૮ના ઇ.એમ.ટી.ને સ્થળ પર જ એટલે કે વાડી વિસ્તારમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી જેથી ઇ.એમ.ટી. જલદીપ જોષી દ્વારા ૧૦૮ ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ફિઝિશિયન ડોક્ટર સાથેની સલાહ સૂચના મુજબ મહિલાની વાડીમાં જ પ્રસૂતિ કરાવાઈ હતી. ૧૦૮ના ઇ.એમ.ટી. જલદીપ જોષી અને પાયલોટ ભાવેશ ગીડાએ સલામતીપૂર્વક વહેલી સવારે સફળ ડિલિવરી કરાવી હતી.