ધારી તાલુકાના ધારગણી ગામના ધીરૂભાઈ ઉર્ફે ઘુઘાભાઈ રામકુભાઈ વાળા સામે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામના કાનાભાઈ નાનજીભાઈ શિયાળે ફોન ઉપર બળજબરી નાણા મેળવવા માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી, બેફામ ગાળો આપી હતી. જે અંગેની રજૂઆત તેમણે પોલીસમાં કરી હતી. આ બાબતે તપાસ કરવા આરોપીના રહેણાંક મકાને જતા હાજર નહોતા મળ્યાં. જેથી તેના મોબાઈલ નંબર પર ફોન કરી આરોપીને પીઆઈ ચલાલા પોલીસ સ્ટેશન હોવાની ઓળખાણ આપી હતી. તેમની કાયદેસરની ફરજ દરમિયાન તેઓને ફોનમાં જેમ ફાવે તેમ બીભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિરજકુમાર ભીખાલાલ દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.