ધારી તાલુકાના દુધાળા ગામ નજીક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત પર થયેલા હુમલાની ગંભીર ઘટના સંદર્ભે ધારી પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે. ધારી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો, જેના આધારે હુમલો કરનાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા આ ઘટ