આત્મા પ્રોજેક્ટ અને દ્ગસ્દ્ગહ્લ અંતર્ગત અમરેલીના ધારી તાલુકાના દુધાળા ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ હતી, જેમાં આશરે ૧૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ ટેકનિક, પદ્ધતિઓ અને ખર્ચ બચતકારક લાભો વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ જીડએ ખેડૂતોને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ATMA-અમરેલી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવાનો હતો.







































