ધારીના દલખાણીયા પ્રાથમિક શાળામાં તા. ૨૧/૧૨/૨૦૨૪ થી ૨૫/૧૨/૨૦૨૪ દરમિયાન ૫૦મી જુનિયર ભાઈઓ-બહેનોની કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અનેક ટીમોએ ભાગ લીધો હતો. બહેનોની સ્પર્ધામાં રાજ્યના ૨૧ જિલ્લાની ટીમોએ ભાગીદારી નોંધાવી હતી, જેમાં મોરબીની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભાઈઓની ટુર્નામેન્ટમાં કુલ ૩૦ જિલ્લાની ટીમોએ પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં વડોદરાની ટીમે બાજી મારી અને ચેમ્પિયન બની હતી.