ધારી તાલુકાના દલખાણીયા ગામે રાત્રિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રાંત અધિકારી, મામલતદાર, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ગ્રામસભામાં ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં બંધ સ્ટ્રીટલાઈટ, ડબલપટ્ટી રોડનું કામ શરૂ કરાવવુ, ગામમાં દારૂનું દૂષણ હોય તેને દુર કરવુ, દારૂડીયાઓ બેફામ બની આંટાફેરા મારતા હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરવી, ખેડૂતોને દિવસે વીજળી આપવી, તેમજ એસ.ટી.બસની વધુ સુવિધા આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી.