અમરેલી જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ નોંધાયા હતા. દલખાણીયા ગામે રહેતા રસીકભાઈ ભાયભાઈ કુંભાણી (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમના કાકા દીલીપભાઇ વશરામભાઇ કુંભાણી તથા તેમના પત્ની પ્રભાબેન પોતાના ઘરેથી મોટર સાયકલ લઈ દલખાણીયાથી આગળ ધારી તરફ કાપેલ ધાર પાસે પહોચતા પાછળથી આવેલી ફોરવ્હીલના ચાલકે સાઇડ કાપતા તેમના કાકાની મોટર સાયકલના હેન્ડલ સાથે ભટકાઈ હતી. જેથી સંતુલન ગુમાવતાં તેમના કાકાને શરીરે નાની મોટી ઇજા તથા ખંભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ તેમના કાકીનું મોત નિપજાવી ચાલક ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. બાબરાના ચરખા ગામે આંબલીધાર હાઇવે પર મોટર સાયકલ વૃક્ષ સાથે અથડાતાં મધ્યપ્રદેશના જોબટ તાલુકાના પુરુષનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.