ધારીના દલખાણીયા ગામે એક પ્રૌઢ ઘરેથી ચાલી નીકળ્યા હતા. જેની ઘણી શોધ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે સુરેશભાઈ કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, કાંતીભાઈ પાંચાભાઈ વાઘેલા (ઉ.વ.૬૫) તા.૦૨-૧૨-૨૦૨૩ના રોજ રાત્રે સાડા બારથી અઢી વાગ્યા દરમિયાન રહેણાંક મકાનેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતાં રહ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ કુલદીપભાઈ જુવાનસિંહ લકુમ વધુ તપાસ કરી રહ્યા છે.